અમરેલી તાલુકાના નાનાભંડારીયા ગામના ખેડૂત પુત્ર નરેશ ત્રાપસિયાની અમરેલી તાલુકા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા ગામમાં આનંદની લાગણી ફેલાઈ છે. તેમની આ નિમણૂક બદલ નાનાભંડારીયા ગામના ગ્રામજનો દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગામના યુવાનને રાજકીય સંગઠનમાં મહત્વની જવાબદારી મળતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. નરેશ ત્રાપસિયા આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી સંગઠનને વધુ મજબૂત બનાવે તેવી ગ્રામજનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી. જા કે નરેશ ત્રાપસીયા દ્વારા ખેડૂતોના અણઉકેલી પ્રશ્ને છેક રાજય સરકાર સુધી રજૂઆત કરી તેમના પ્રશ્નોને વાચા મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.