લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઈન્ડિયા બ્લોકના નેતાઓ સાથે સુપ્રીમ કોર્ટ કૂચ કરવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) ન્યાયાધીશ સૂર્યકાંત સાથે મુલાકાતની માંગણી કરી છે. આજના વિરોધ પહેલા સીજેઆઇએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું. સીજેઆઇ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી, “મને ગઈકાલે મીટિંગ માટે વિનંતી કરતો પત્ર મળ્યો. મેં ગઈકાલે રાત્રે જવાબ આપ્યો, જેમાં હું કેમ મળી શકીશ નહીં તેના કારણો દર્શાવ્યા.”સીજેઆઇએ વધુમાં કહ્યું, “સુપ્રીમ કોર્ટના દરવાજા બધા માટે ખુલ્લા છે. કોઈપણ સામાન્ય નાગરિક અથવા ચૂંટાયેલી સંસ્થાના સભ્યની કોઈપણ અરજીનું સ્વાગત છે. દરેક ભારતીય નાગરિકને કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર છે. અમે તેમની ચિંતાઓ સાંભળીશું અને કાયદા હેઠળ જે યોગ્ય હોય તે કરીશું.””એક રાષ્ટ્ર એક ચૂંટણી” મુદ્દા પર જેપીસીની સુપ્રીમ કોર્ટની મુલાકાત રદ કરવા અંગે, ઝ્રત્નૈં ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, “આ કેસમાં તુલનાત્મક રીતે વધુ કારણો છે, કારણ કે તે મુદ્દા (એક રાષ્ટÙ એક ચૂંટણી જેપીસી બેઠક) પર કોર્ટમાં હિતોનો સંઘર્ષ થવાની સંભાવના હતી. આનાથી અમને વહીવટી પાસા પર ચર્ચા કરવાની ફરજ પડી. મારા વરિષ્ઠ ન્યાયિક સાથીઓ અને હું સામૂહિક રીતે માનતા હતા કે આપણે હિતોના સંઘર્ષની કોઈપણ પરિસ્થિતિ ટાળવી જાઈએ.” રવિવારે મોડી રાત્રે, સૂત્રોએ અહેવાલ આપ્યો હતો કે સીજેઆઇ સૂર્યકાંતે મત ચોરીના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આવા મુદ્દાઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ પહેલાથી જ પેન્ડિંગ છે.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભાના વિપક્ષના નેતા મÂલ્લકાર્જુન ખડગેએ સોમવારે સાંજે ૪ થી ૫ વાગ્યાની વચ્ચે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને મુલાકાતનો સમય માંગ્યો હતો. તેઓ મત ચોરીનો અંત લાવવા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને રોકવા અને બેલેટ પેપર સિસ્ટમમાં પાછા ફરવાની માંગણી કરતું મેમોરેન્ડમ સુપરત કરવાનો ઇરાદો ધરાવતા હતા.









































