કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામે ખેડૂતના શેરડીના ઊભા પાકમાં અચાનક ભીષણ આગ લાગતા ત્રણ વિઘા શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ગામના ખેડૂત ગાંડાભાઈ કાનાભાઈ મોરીના ખેતરમાં આગ લાગતા ભારે નુકસાન થયું હતું. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઊભેલો પાક બળીને નાશ પામ્યો હતો. વીજતાર તૂટવાથી આગ લાગી હોવાનો ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જોકે આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ખેડૂતને થયેલા નુકસાનનો યોગ્ય સર્વે કરી વળતર આપવા માંગ ઉઠી છે.











































