અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ આગામી ૨૩ ઓક્ટોબરથી ભારતીય હસ્તકલા અને આધુનિક કલાના અનોખા સંગમનો સાક્ષી બનશે. રાષ્ટÙીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થા, ગાંધીનગર દ્વારા ‘સાબરમતી ૨૦૨૬’ નામના આઠ દિવસીય હસ્તકલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશભરના ૧૦૦થી વધુ કારીગરો ઉપરાંત કલાકારો, સંસ્થાના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ ભાગ લેશે.
‘વારસામાં મૂળ, આવતીકાલ માટે નવી કલ્પના’ની વિષયવસ્તુ સાથે યોજાનારા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. પરંપરાગત કારીગરીને આધુનિક કલાત્મક અભિગમ સાથે જાડીને તેને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
મહોત્સવમાં મુલાકાતીઓને ભારતની વિવિધ પરંપરાગત હસ્તકલાઓને નજીકથી નિહાળવાની તક મળશે. ખાસ કરીને બાંધણી, કાપડ પર બીબાં વડે છાપકામ, માટીકામ સહિતની વિવિધ કળાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે. કારીગરો પોતાની કૃતિઓ કેવી રીતે તૈયાર કરે છે તે મુલાકાતીઓ પ્રત્યક્ષ જાઈ શકશે. આ ઉપરાંત હસ્તકલા બજારનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કારીગરોની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે.આ મહોત્સવ માત્ર હસ્તકલાના પ્રદર્શન પૂરતો મર્યાદિત નહીં રહે. તેમાં નિષ્ણાતો સાથે પરિસંવાદ, ચર્ચાસત્રો અને તાલીમ કાર્યશાળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત કારીગરો, યુવા કલાકારો અને વિદ્યાર્થીઓ વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થાય તેમજ હસ્તકલાના ક્ષેત્રમાં નવી સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તેવો પ્રયાસ કરવામાં આવશે.
૨૩થી ૩૦ ઓક્ટોબર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ મહોત્સવમાં હસ્તકલાની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. મહોત્સવમાં હસ્તકલા અને કલાત્મક સર્જનના ક્ષેત્રના જાણકારો સાથે સંવાદ કરવાની તક પણ મળશે. ૩૦ ઓક્ટોબરે સમાપન સમારોહ સાથે આઠ દિવસીય મહોત્સવ પૂર્ણ થશે.રાષ્ટÙીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થા, ગાંધીનગરના નિયામક ડા. સમીર સુદના જણાવ્યા મુજબ યોજાનારા આ મહોત્સવ દ્વારા ભારતીય હસ્તકલાના સમૃદ્ધ વારસાને આધુનિક કલાત્મક અભિગમ સાથે જાડવાનો પ્રયાસ કરવામાં આવશે.