ઈડી દ્વારા શેરબજારમાં ગેરરીતિ અને હેરાફેરી કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડ્ઢની ટીમો દ્વારા મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ ૬ શહેરોના ૨૯ જેટલાં ઠેકાણાઓ પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પીએમએલએ ૨૦૦૨ હેઠળ ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ-૧ દ્વારા દેશના ૬ મોટા શહેરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે મુંબઈ સ્થિતિ ઈડીની ટીમો દ્વારા મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિત કુલ ૬ શહેરોના ૨૯ જેટલાં ઠેકાણાઓ પર એકસાથે રેડ કરવામાં આવી છે. ઈડીની ટીમો દ્વારા આજે કંપનીઓની ઓફિસો, પ્રમોટરોના નિવાસસ્થાનો, ઓછા ભાવે શેર મેળવનાર લોકો, સ્ટોક બ્રોકિંગ અને ફાઇનાન્સ ફર્મો તેમજ સોશિયલ મીડિયા ગ્રૂપ ચલાવનારા શંકાસ્પદ લોકોના સ્થળોની સઘન તપાસ કરવામાં આવી છે.
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ તમામ વોટ્સએપ ગ્રૂપ અચાનક ડિલીટ કરી દેવામાં આવ્યા. ગ્રૂપ બંધ થતાં જ બંને કંપનીના શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ અને થોડા જ દિવસોમાં તેમની કિંમત આશરે ૭૦% જેટલી ઘટી ગઈ. આ અચાનક આવેલી ગાવટને કારણે એક લાખથી વધુ નાના રોકાણકારો પાસે એવા શેર રહી ગયા જે વેચી શકાતા ન હતા, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું.ડિસેમ્બર ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને નાના રોકાણકારોને ફસાવવામાં આવ્યા હતા. ‘સ્ેઙ્મૈંહ્વટ્ઠખ્તખ્તીિ ર્જીંષ્ઠાજ’ ગ્રૂપ હરિયાણા અને મુંબઈના અન્ય લોકોના નામે લીધેલા સિમ કાર્ડનો ઉપયોગ કરીને અને ગુજરાતના ભાવનગરથી સંચાલિત થતા મÂલ્ટબેગર સ્ટોકસ જેવા વોટ્સએપ ગ્રૂપ મારફતે રોજરોજ ટિપ્સ ખરીદો (શેર ખરીદવાની સલાહ) મોકલવામાં આવતી હતી. આ આકર્ષક ટિપ્સથી લલચાઈને બંને શેરોમાં ખરીદદારોની સંખ્યા માત્ર ૩,૪૦૦ થી વધીને ૧ લાખથી પણ વધુ થઈ ગઈ હતી.
સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીને તપાસમાં મહ¥વના પુરાવા હાથ લાગ્યા છે. જેમાં વાંધાજનક દસ્તાવેજા, ડિજિટલ ઉપકરણો , શેર લેવડ-દેવડના રેકોર્ડ્સ, પ્રોપર્ટીના દસ્તાવેજા. ઈડી દ્વારા આ તમામ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે અને આ કેસમાં આગળની તપાસ હાલ પૂરઝડપે ચાલી રહી છે.
આ તપાસ આર એમ ડ્રિપ એન્ડ Âસ્પ્રંકલર્સ સિસ્ટમ્સ લિમિટેડ અને મેસર્સ આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ નામની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં કરવામાં આવેલી હેરાફેરી સાથે જાડાયેલી છે. તપાસમાં ખુલાસો થયો છે કે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ વચ્ચે આ બંને કંપનીઓએ પસંદગીના લોકોને અનેક કરોડ (૩.૫ કરોડથી વધુ) શેર અને કન્વર્ટિબલ વોરંટ જારી કર્યા હતા. આ શેરો માટે ચૂકવવામાં આવેલી રકમ મોટાભાગે નજીકના લોકો, ફર્મો અને ધિરાણકર્તાઓના નાના વર્તુળમાંથી આવી હતી. આ શેરો મોટાભાગે ચોક્કસ લોકોના હાથમાં જ રહ્યા અને મહિનાઓ સુધી તેના ભાવ ઉપર લઈ જવામાં આવ્યા.










































