દામનગરમાં એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીને ફડાકા ઝીંક્યા હતા. બનાવ અંગે ગારીયાધારના જાળીયા (પાનસરા) ગામે રહેતા અને અભ્યાસ કરતા ક્રિપાલ બુધાભાઈ માથાસુળીયા (ઉં.વ. ૨૧)એ મિલન રાનાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ કોઈ કારણસર તેમને બે-ત્રણ લાફા ઝીંકી તથા વાંસાના ભાગે બે-ત્રણ ઢીકા મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એ. રોજીયા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































