બગસરા અને અમરેલીની વચ્ચે આવેલા જાળીયા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેથી આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. બગસરા અને અમરેલી શહેરની વચ્ચે આવેલા જાળીયા ગામથી બગસરા જવાના માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જાળીયા ગામથી અમરેલી જવાના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ બગસરા જવાનો માર્ગ ખખડધજ હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રાજય સરકાર દ્વારા માર્ગના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે ત્યારે પદાધિકારીઓ આ માર્ગનું નવીનીકરણ કરવા માટે રાજય સરકારમાં રજૂઆત કરે તે જરૂરી છે. જાળીયા ગામે અનેક એસ.ટી.બસ આવે છે પરંતુ ખખડધજ માર્ગને કારણે મુસાફરોને ભારે મુશ્કેલી થાય છે ત્યારે લોકોની મુશ્કેલીને ધ્યાને લઈ તાત્કાલિક આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.









































