પાકિસ્તાનની કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ, સાહિબઝાદા ફરહાને એક એવી સિદ્ધિ હાંસલ કરી જે અગાઉ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કોઈ કેપ્ટને હાંસલ કરી ન હતી. શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં ફરહાનના બેટે સતત સારું પ્રદર્શન કર્યું. તેણે શ્રેણીની ત્રણેય મેચમાં અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. ફરહાન ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીના ત્રણેય મેચમાં અડધી સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો. વધુમાં, તે ત્રણ મેચની દ્વિપક્ષીય ટી ૨૦ આંતરરાષ્ટÙીય શ્રેણીમાં પૂર્ણ સભ્ય રાષ્ટ્ર તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો. ૧૩ ઓક્ટોબરના રોજ શ્રીલંકા સામેની ત્રીજી ટી ૨૦માં, ફરહાને ૪૭ બોલમાં ૭૬ રન બનાવ્યા. તે મેચમાં પાકિસ્તાન મુશ્કેલીમાં હતું, પરંતુ કેપ્ટનની ઇનિંગ્સે ટીમને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૮ રન સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ મહિનાની શરૂઆતમાં સલમાન અલી આગાના સ્થાને સાહિબઝાદા ફરહાનને પાકિસ્તાનની ટી ૨૦ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે ૯ ઓક્ટોબરના રોજ રાવલપિંડીમાં પૂર્ણ-સમયના કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ રમી હતી, જેમાં તેણે શાનદાર ૮૯ રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બીજી પણ સારું પ્રદર્શન કર્યું. રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં, ફરહાને ૭૩ રન બનાવ્યા અને પાકિસ્તાનને ૨૦૦ રનનો આંકડો પાર કરવામાં મદદ કરી. ત્રીજી મેચમાં ૭૬ રનની ઇનિંગ સાથે, તેણે ત્રણ મેચની શ્રેણીમાં પોતાનો કુલ સ્કોર ૨૩૮ રન પર પહોંચાડ્યો. આ ત્રણેય મેચમાં અડધી સદી ફટકારનાર ફરહાનનો પ્રથમ કેપ્ટન બન્યો.
ફરહાન ત્રણ મેચની દ્વિપક્ષીય ૨૦ આંતરરાષ્ટÙીય શ્રેણીની દરેક મેચમાં ૫૦ કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો આઠમો ખેલાડી છે. તેની પહેલા વિરાટ કોહલી, કોલિન મુનરો, ડેવિડ વોર્નર, નિકોલસ પૂરન, શ્રેયસ ઐયર, રીઝા હેન્ડ્રીક્સ અને ઇબ્રાહિમ ઝદરન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જાકે, ફરહાન કેપ્ટન તરીકે ત્રણેય મેચમાં અડધી સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન છે.
શ્રીલંકા સામેની શ્રેણીમાં ૨૩૮ રન બનાવીને, ફરહાને બીજી એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેણે ત્રણ મેચની દ્વિપક્ષીય ટી ૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં પૂર્ણ સભ્ય દેશના ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે ભારતના અભિષેક શર્માને પાછળ છોડી દીધો, જેમણે સપ્ટેમ્બર ૨૦૨૬માં અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની શ્રેણીમાં ૨૨૯ રન બનાવ્યા હતા. જાકે, ત્રણ મેચની દ્વિપક્ષીય ૨૦ આંતરરાષ્ટÙીય શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ હાલમાં સ્પેનિશ બેટ્‌સમેન મોહમ્મદ ઇહસાનના નામે છે, જેમણે ડિસેમ્બર ૨૦૨૫માં ક્રોએશિયા સામેની ત્રણ ્‌૨૦ આંતરરાષ્ટÙીય મેચમાં ૨૬૦ રન બનાવ્યા હતા. ફરહાન ૨૩૮ રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.