ડાંગના આહવા-વઘઈ રોડ કાર રેલિંગ તોડીને ૩૫ ફૂટ નીચે ખાપરી નદીમાં ખાબકતાં નાયબ મામલતદાર સહિત ૨ લોકોના મોત થયા હતા. પોલીસે ક્રેનની મદદથી કારને બહાર કાઢીનેતપાસ શરુ કરી હતી. અકસ્માતમાં નાયબ મામલતદાર સંદીપ ડામોરનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આહવા-બોરખેત માર્ગ પર બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં યુવાનોના મોત થયા હતા.







































