સાવરકુંડલામાં મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલેશ પુષ્ટિમાર્ગીય પાઠશાળા દ્વારા નવરાત્રીના પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વલ્લભકૂળના બાળકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી વ્રજભૂમિ જેવો માહોલ સર્જ્યો હતો. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી બાળકોની રાસલીલાને માણી હતી. પાઠશાળામાં દર રવિવારે સાંજે ૪ઃ૩૦ થી ૬ વાગ્યા સુધી બાળકોને પુષ્ટિમાર્ગ, સનાતન ધર્મ, મંગલાચરણ, યમુનાષ્ટક સહિતના ગ્રંથોનું જ્ઞાન આપવામાં આવે છે. સાથે પ્રવાસ, નાસ્તો, નાટક, નૃત્ય અને ઉત્સવો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. બાળકોને પુરસ્કાર પ્રસાદી આપી પ્રોત્સાહિત કરાયા હતા.










































