ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ પ્રો. ડા. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન અને કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, અમરેલીના આચાર્ય ડા. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરાઈ હતી. બી.એસસી. નેચરલ ર્ફામિંગના આશરે ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દેશી કપાસની જાતો, જમીન, આબોહવા, વાવણી અને પ્રાકૃતિક પધ્ધતિથી જીવાત નિયંત્રણ અંગે વક્તવ્યો રજૂ કર્યા હતા. અગ્નિઅસ્ત્ર અને નીમાસ્ત્રના ઉપયોગ અંગે પણ માહિતી અપાઈ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન, અમરેલીની મુલાકાત દરમિયાન ખેતી અધિકારી યુ. એમ. ચૌહાણ અને એગ્રી આસિસ્ટન્ટ આદર્શભાઈ પટેલે દેશી કપાસની પ્રતિકારક ક્ષમતા, નવી જાતો અને સંશોધનો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક ખેતી અને સંશોધન પ્રત્યે રસ વધ્યો હતો.







































