સાવરકુંડલા ખાતે કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને રંગારંગ “નાવલી ઉત્સવ” યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્ય મંત્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત સાવરકુંડલા શહેરમાં ઉજવાઈ રહેલો “નાવલી ઉત્સવ” એ વિકાસ સાથે વિરાસતના જતનનું પ્રતિક છે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી સાવરકુંડલા શહેરને આગામી દિવસોમાં ભવ્ય નાવલી રિવરફ્રન્ટની ભેટ મળવા જઈ રહી છે. આ અવસરે રાજય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સાવરકુંડલા સહિત જિલ્લાના નાગરિકોને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકાર રાજ ગઢવી, અપેક્ષાબેન પંડ્‌યા, લોક સાહિત્યકાર કિશનભાઇ રાદડિયા સહિતના કલાકારોએ સંગીત અને સાહિત્યનો રસથાળ પીરસ્યો હતો. સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે કથાકાર, ‘જીગ્નેશ દાદા રાધે રાધે’ એ ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા,
ધારી બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી કાકડીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ જાડાયા હતા.