લીલીયા મોટાના સ્ટેશન રોડ પર ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ સાથે મળીને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ભાવવંદના કરી હતી. ભાજપમાંથી જીગ્નેશ સાવજ, જયસુખ સુરાણી અને વિપુલભાઈ દુધાત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, આ તકે, કાર્યકરોએ ઉપસ્થિત રહી મહામાનવના કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ એકઠા થઈ બંધારણના ઘડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આ દિનને ઉત્સાહભેર ઉજવ્યો હતો.