સાવરકુંડલા-લીલીયા તાલુકામાં પાણીના તળ ઊંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમરેલી જિલ્લાના ૧૬૦ જેટલા ગામોના વિકાસ માટે એક ઐતિહાસિક જળસંચય અભિયાન ચાલી રહ્યું છે, જેમાં વિવિધ ગામોના જૂના ચેકડેમોનું રિપેરિંગ અને તેમને ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત, વોકળાઓ પર નાના પાળા બાંધીને વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેના ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે ગામના સીમ વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નોંધપાત્ર રીતે હળવી થશે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૯,૦૦૦થી વધુ જળ સ્ટ્રકચરોનું નિર્માણ સંપન્ન કરવામાં આવ્યું છે.









































