અમરેલીમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન અને ડ્ઢત્નમ્જી ફાઉન્ડેશન શીતલ સેવા ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. શહેરના શ્રમિક વિસ્તારમાં રહેતા અંદાજે ૩૫૦ થી ૪૦૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને ઉનાળાના તડકાથી બચાવવા માટે ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં શીતલ આઈસ્ક્રીમના દિનેશભાઈ ભુવાએ વિશેષ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ક્લબના પ્રમુખ બકુલરાય ભટ્ટ, જયસુખભાઈ ઢોલરીયા, જે.ડી. સાવલિયા અને જતીનભાઈ કોટડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








































