ચાવંડ ગામેથી એક યુવતી ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચાવંડ ગામની મુખ્ય બજારમાં રહેતા કિશોરભાઈ બાબુભાઈ હિંગુની ૨૬ વર્ષીય પુત્રી ભૂમિકાબેન ગત રોજ બપોરે આશરે સવા ત્રણ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી.પરિવારે તેની શોધખોળ આદરી હતી, પરંતુ મોડી સાંજ સુધી કોઈ પત્તો ન લાગતા આખરે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાબતે કોઈને પણ જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.