સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે, ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાંથી વરસી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે આ રેલી હાથસણી રોડ પર આવેલા ગાયત્રી પાન પાસે પહોંચી, ત્યારે સાચા અર્થમાં માનવતાના દર્શન થયા હતા. સાવરકુંડલાના સેવાભાવી પૂર્વ નગરપાલિકા સદસ્ય જીગ્નેશભાઈ ભરાડ, અશોકભાઈ ખુમાણ તથા પ્રકાશભાઈ દ્વારા રેલીમાં જોડાયેલા તમામ લોકો માટે ઠંડા શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.