રાજુલા નજીક શિયાળબેટના લાલજીભાઈ સવાભાઈ શિયાળ રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો કિંમતી મોબાઈલ પડી ગયો હતો. આ મોબાઈલ રાજુલાના જ જાગૃત યુવાન સબીરભાઈ જાવેદભાઈ જોખીયાને મળ્યો હતો. સબીરભાઈએ સહેજ પણ લોભ રાખ્યા વિના મોબાઈલના અસલી માલિકની શોધ શરૂ કરી હતી અને અંતે લાલજીભાઈને શોધી કાઢી તેમનો ફોન સુરક્ષિત રીતે પરત સોંપ્યો હતો. આ સરાહનીય કાર્ય બદલ સ્થાનિક લોકોએ સબીરભાઈને બિરદાવ્યા છે.