અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું.આ કામગીરી દરમિયાન પીપાવાવ મરીન, મહુવા અને ગીર ગઢડા પોલીસ સ્ટેશનના ત્રણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ભરત ઉર્ફે રેસ નકાભાઇ રામ (ઉ.વ. ૩૪, રહે. ભેરાઈ) ને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા લાંબા સમયથી નાસતો ફરતો હતો.








































