સાવરકુંડલાના પરજીયા સોની જ્ઞાતિવાડી ખાતે સ્વ. લતાબેન ચંદ્રેશભાઈ થડેશ્વરના મોક્ષાર્થે એક વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ રેડક્રોસ સોસાયટી અને થડેશ્વર પરિવારના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. આ પરોપકારી કાર્યમાં મેહુલભાઈ વ્યાસ તથા તેમની ટીમની સાથે ચંદ્રેશભાઈ, દર્શનભાઈ અને નિમેશભાઈ સહિત સમગ્ર થડેશ્વર પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે કુલ ૬૫ બોટલ રક્ત એકત્રિત થયું હતું. રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે રેડક્રોસ સોસાયટી દ્વારા સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપવામાં આવી હતી, જ્યારે થડેશ્વર પરિવાર તરફથી પણ ખાસ ભેટ અર્પણ કરવામાં આવી હતી.










































