અમદાવાદમાં તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. દાણીલીમડા બાદ હવે ગોતા વિસ્તારમાંથી નકલી ટમેટો સોસ અને કેચઅપનો મોટો જથ્થો ઝડપાયો છે. ફૂડ વિભાગની ટીમે દરોડા પાડીને ‘આર.કે. ફૂટ કોર્ડિયલ’ બ્રાન્ડના નામે બજારમાં વેચાતા આશરે ૧૦ ટન સોસનો જથ્થો તપાસ દરમિયાન કબજે લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની આશંકાને પગલે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ દાણીલીમડા વિસ્તારમાંથી નકલી ટમેટો સોસ ઝડપાયો હતો. હવે ગોતા વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં સોસ અને કેચઅપનો જથ્થો મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી છે.ફૂડ વિભાગની ટીમે ગોતા વિસ્તારમાં દરોડા દરમિયાન અંદાજે ૧૦ ટન જેટલો સોસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સોસ ‘આર.કે. ફૂટ કોર્ડિયલ’ના નામે વેચવામાં આવતો હોવાનું જણાવાયું છે. ખાદ્ય પદાર્થની ગુણવત્તા અને તેની બનાવટ અંગેની વિગતો તપાસનો વિષય બની છે.તહેવારોના સમયમાં ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોવાથી ભેળસેળ સામેની કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે. ફૂડ વિભાગે કબજે કરેલા સોસના જથ્થાની હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સોસના નમૂનાઓની તપાસ અને સત્તાવાર અહેવાલના આધારે તેની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.








































