ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત સાયખા જીઆઇડીસીમાં આવેલી સિન્ઝીલ ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ધડાકાનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે કંપનીના મશીનરીના પાર્ટ્‌સ પણ વેરવિખેર થઈ ગયા હતા.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ૪ કામદારોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય કામદારો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભરૂચની બ્લાસ્ટમાં મૃતકોના નામ ભાવિક વસાવા,અર્જુન કુમાર,અનિકેત કુમાર,જયદીપ પટેલ,વૃંદ તલાવિયા ઇજાગ્રસ્ત કામદારોના નામ પ્રિયાંશુ કુમાર,પવન કુમાર,પ્રતીક પ્રજાપતિ,મોસમ કુમાર,શિવ દયાલ ધડાકાની ઘટના બનતા જ સ્થાનિક ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બ્લાસ્ટના પરિણામે પ્લાન્ટમાં ભારે નુકસાન થયું છે અને મશીનરીના ભાગો દૂર સુધી ફેંકાયેલા જાવા મળ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ડીઆઇએસઇની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કઈ સલામતીની ક્ષતિ રહી ગઈ હતી અથવા બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.