દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કોકરોચ જનતા પાર્ટી ના કાર્યકરો સૌરવ દાસ અને આશુતોષ રંકાની અટકાયત ગરમાઈ ગઈ છે. બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ વિપક્ષી નેતાઓએ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ કાર્યવાહીને વાહિયાત ગણાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “શું તમારા પોતાના દેશમાં તમારો ધ્વજ લહેરાવવો ગુનો છે? આ એકદમ વાહિયાત છે.”તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ એમકે સ્ટાલિને પણ કાર્યકરોની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું કે સરકાર કેટલા વિરોધીઓની અટકાયત કરશે અને કેટલા યુવાનોના અવાજને દબાવશે? સ્ટાલિને કહ્યું કે યુવાનોને જેલમાં નાખવાથી સામાન્ય લોકો પણ વિરોધમાં રસ્તા પર ઉતરવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેમણે કહ્યું કે તેમનો પક્ષ રંકા અને દાસને જરૂરી કાનૂની સહાય પૂરી પાડવા તૈયાર છે.
શિવસેના (યુબીટી) ના નેતા આદિત્ય ઠાકરેએ પણ આ કાર્યવાહીની ટીકા કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જંતર-મંતર પર ત્રિરંગો પકડવા બદલ સૌરવ દાસ અને આશુતોષ રંકાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો કે યુવાનો માટે પોતાના દેશમાં રાષ્ટÙધ્વજ પકડવો ક્યારે ગુનો બન્યો? ઠાકરેએ કહ્યું કે સત્તામાં બેઠેલા લોકો અને દેશભક્ત યુવાનો વચ્ચેની આ લડાઈ લોકશાહી પાછી ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.અગાઉ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ બે કાર્યકર્તાઓની ન્યાયિક અટકાયત પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન ત્રિરંગો લહેરાવવો ગુનો નથી. રાહુલે યુવાનોને જેલમાં મોકલવાની કાર્યવાહીને કાયરતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ, યુવાનો, પત્રકારો અને વિપક્ષી ગઠબંધન અલગ અલગ બેનર હેઠળ હોઈ શકે છે, પરંતુ તેઓ તેમના બંધારણીય અધિકારોની માંગ કરી રહ્યા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે જંતર-મંતર દેશના લોકોનું છે અને તેને પાછું મેળવવામાં આવશે.સીજેપી સભ્ય અજિંક્્ય શિંદેના જણાવ્યા અનુસાર, જંતર-મંતર પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન સૌરવ દાસ અને આશુતોષ રંકાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેને પાંચ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. શિંદેએ કહ્યું કે આ કાર્યવાહીથી કાર્યકરો ડરશે નહીં. આ મામલે વિપક્ષી નેતાઓના નિવેદનો બાદ, રાષ્ટ્રધ્વજ સાથે વિરોધ અને પ્રદર્શન કરવાના અધિકાર અંગે રાજકીય ચર્ચા તેજ થઈ ગઈ છે.