સાવરકુંડલાના જેસર રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા નગરને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના સંકલ્પ સાથે ‘નો પ્લાસ્ટિક’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુકુળના વિદ્યાર્થીઓએ શાક માર્કેટમાં જઈ નાગરિકોને પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે સમજ આપી હતી. તેમજ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાપડની સીવેલી થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કર્યુ હતું. લોકો શાકભાજી લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈ જવા અપીલ કરી હતી.






































