ધારી તાલુકાના વીરપુર ગામે જેટકો કંપની દ્વારા નવા બનતા ૬૬ કેવી વીજ સબસ્ટેશનનું ભૂમિપૂજન ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન કરવામાં આવ્યું હતું. સાથે વીરપુર ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય જેવી કાકડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, ભાજપના હોદ્દેદારો, ગામના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વીરપુર ખાતે અનેક સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનને આગેવાનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.










































