અમરેલી ખાતે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાન શક્તિ સ્કૂલ આૅફ એક્સેલન્સમા IAP™k ‘OJAS – નેશનલ સ્કૂલ હેલ્થ કોલેબોરેટિવ પ્રોગ્રામ’ અંતર્ગત આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. વસંતભાઈ ગજેરાએ અભ્યાસ સાથે શારીરિક-માનસિક તંદુરસ્તીનું મહત્વ સમજાવ્યું હતું. સેમિનારમાં જાણીતા બાળરોગ નિષ્ણાત ડા. નીતિન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર, નિયમિત વ્યાયામ, સ્વચ્છતા અને સુરક્ષિત જીવનશૈલી અંગે માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. બાળપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સ્વસ્થ નાગરિક બને તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ પ્રસંગે સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખુંટ ઉપસ્થિત રહ્યા હતા