સૌરાષ્ટ્ર કચ્છ બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આગામી ૨૬ ઓક્ટોબર, શરદપૂર્ણિમાના રોજ વિસાવદરથી સતાધાર સુધી ભવ્ય પદયાત્રાનું
આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ રતીભાઈ ગોરવાડીયા, મહામંત્રી ચંદુભાઈ જાદવ અને પ્રવક્તા અશોકભાઈ હળવદીયાની આગેવાનીમાં
સૌરાષ્ટ્રભરમાંથી બહોળી સંખ્યામાં ઈંટ ઉત્પાદકો સહપરિવાર આ યાત્રામાં જોડાશે. વિસાવદર હેલીપેડ ગ્રાઉન્ડ પરથી સવારે ૭ વાગ્યે પ્રસ્થાન કરી, ડી.જે.ના તાલે અને જયઘોષ સાથે પદયાત્રા સવારે ૧૧ કલાકે સતાધાર પહોંચશે. ત્યાં
શ્રધ્ધાળુઓ આપાગીગાની સમાધિના દર્શન કરી આશીર્વાદ મેળવશે.
આ પ્રસંગે મહંત વિજયબાપુના હસ્તે ધ્વજારોહણ થશે અને ત્યારબાદ બપોરે મહાપ્રસાદ યોજાશે. યાત્રિકોની સુવિધા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએથી સતાધાર જવા-આવવા
સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરાઈ છે. વધુ માહિતી માટે ચંદુભાઈ જાદવ અથવા અશોકભાઈ હળવદીયાનો સંપર્ક કરી શકાશે.








































