સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં આવેલી એરોગેસ એજન્સી ખાતે રાંધણગેસના બોટલ મેળવવામાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓને પગલે મામલતદાર અને પ્રાંત અધિકારીએ એજન્સી સસ્પેન્ડ કરવા તથા ગ્રાહકોને અન્ય એજન્સીમાં ટ્રાન્સફર કરવા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી છે. હાલ બાકી ગ્રાહકોને ઝડપથી ગેસ મળે તે માટે તંત્ર અને આઈઓસીએલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. આવતીકાલથી બિલખીયા ગેસ એજન્સી, મહુવા રોડ, સહકારી સંઘના ગોડાઉન પાસે તથા સોનલમા ગેસ એજન્સી, મોટા ઝીંઝુડા, જેસર રોડ ફાટક પાસે ગેસ વિતરણ થશે.
ત્રણથી ચાર દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે. બાકી ઈ-કેવાયસી માટે ગ્રાહકોએ એરોગેસ ગોડાઉન ખાતે પ્રક્રિયા પૂર્ણ કરવી. અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ છે.








































