ધાતરવડી સિંચાઈ યોજના-૧ની ઇરીગેશન સલાહકાર સમિતિની બેઠક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને બજાર નિયંત્રણ બોર્ડના પ્રમુખ જીગ્નેશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. બેઠકમાં રાજુલા અને જાફરાબાદ માટે પીવાનું પાણી અનામત રાખી ખેડૂતોને સાત પિયત આપવા અને ૧૨૦ દિવસ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. લાભપાંચમના દિવસે સિંચાઈના ફોર્મ ભરાશે અને તા. ૨૦/૧૧/૨૦૨૬થી કેનાલમાં પાણી શરૂ કરાશે. કેનાલનું સમારકામ, જંગલ કટીંગ, પાણીનો બગાડ અટકાવવા અને છેવાડાના ખેડૂતોને પાણી પહોંચાડવા સૂચના અપાઈ હતી. બેઠકમાં રાજેશભાઈ પરસાણા, રમેશભાઈ ડોબરીયા સહિત આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા. સિંચાઈ વિભાગના કળસરિયા સાહેબ, જાનીભાઈ અને બળુભાઈ જોષીની કામગીરીને બિરદાવાઈ હતી.