રાજુલાના ભેરાઈ ગામમાં નવી સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવી શાળાના નિર્માણથી ગામના બાળકોને શિક્ષણની વધુ સારી સુવિધાઓ મળશે. ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારના બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયાસો કરી રહી છે. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો હોવાથી બાળકોને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ મળે તે જરૂરી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી ભેરાઈ ગામના બાળકોને આ નવી સુવિધા મળી છે. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોએ ધારાસભ્ય અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.








































