ઉનાના દેલવાડા ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ૮૦થી વધુ લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૦થી વધુ દર્દીઓને મોતીયાબિંદના ઓપરેશન માટે પસંદ કરાયા હતા. આ દર્દીઓને રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. તેમના આવવા-જવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ઉનાનાં ડા. ધ્વની ભુપતાણીએ ચામડી અને વાળના રોગોનું નિદાન કરી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક દવાઓ આપી હતી. ૪૦થી વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. ટ્રસ્ટ દ્વારા દર મહિને આવા કેમ્પ યોજી જરૂરિયાતમંદોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે.










































