અમરેલીના ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની ડીએલએસએસ હેન્ડબોલ ટીમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ પદક મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બીલીમોરા ખાતે તા. ૦૮થી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી શાળાકીય અંડર-૧૯ ભાઈઓની રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફાઈનલ સુધીની સફર સફળ બનાવી હતી અને વિજેતા બની હતી.
આ ટીમમાં બારૈયા રાહુલ ચકાભાઈ, વેગડ અરુણ ગોવિંદભાઈ, સોરઠિયા દ્રુનિલ મેહુલભાઈ, ધાપા સાવન ભરતભાઈ, ગોહિલ પાર્થ વિક્રમભાઈ, ગોહિલ માંડીપ ધર્મેન્દ્રસિંહ, બલધિયા રાહુલ બાબુભાઈ, સોલંકી વિજય ભરતભાઈ, બાંભરોલિયા નૈતિક જગદીશભાઈ, બારૈયા વિશાલ ભોલાભાઈ, કાકડિયા વંશ દીપકભાઈ અને ધીલા રાજવીર ઘનશ્યામભાઈનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ પાછળ ખેલાડીઓની મહેનત, નિયમિત તાલીમ અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો હતો. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓ અને કોચ રવિભાઈ નાવડિયા, ટ્રેનર કમલેશભાઈ ભાલીયા તથા ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.