અમરેલીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ કલેક્ટર કચેરી અમરેલી કેમ્પસ તેમજ તેની આસપાસ ૫૦ મીટરની ત્રિજ્યામાં ઉપવાસ, ધરણા, પ્રદર્શન, સભા અને અન્ય વિરોધ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર સુલેહ અને શાંતિને ખલેલ પહોંચે તેવા સૂત્રોચ્ચાર કરવા તેમજ અફવાઓ ફેલાવવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ લાઠી, હથિયાર, વિસ્ફોટક, જ્વલનશીલ અથવા ઝેરી પદાર્થ સાથે આ વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં. આ હુકમ ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ નોંધાવવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અથવા તેનાથી ઉચ્ચ અધિકારીને સત્તા
આપવામાં આવી છે.