ઉના એસ.ટી. બસ સ્ટેશનના કંડક્ટર મનીષ મગનભાઈ કાનાબારને રૂ. ૨૦૦૦ની લાંચ લેતા એ.સી.બી.એ ટાવર ચોક નજીકથી રંગેહાથે ઝડપી પાડ્‌યા છે. જખૌથી ઉના લાવવામાં આવેલા માછલીના પાર્સલના બદલામાં તેમણે આ રકમ માંગી હતી. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં કંડક્ટર આબાદ ઝડપાઈ ગયા હતા. પ્રાથમિક કાર્યવાહી બાદ એ.સી.બી. વધુ તપાસ માટે આરોપીને વેરાવળ લઈ ગઈ છે.