યુએસ અને ઈરાન વચ્ચેના નવા તણાવને કારણે સોમવારે સ્થાનિક શેરબજાર તીવ્ર ઘટાડા સાથે ખુલ્યું. જાકે, આઇટી શેરોમાં મજબૂત તેજીને કારણે, બજારમાં નોંધપાત્ર સુધારો થયો અને અંતે થોડો વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયો. અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે, બીએસઈ સેન્સેક્સ ૪૭.૦૧ પોઈન્ટ (૦.૦૬%) વધીને ૭૭,૬૧૬.૪૦ પર બંધ થયો. એનએસઈ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૪.૧૦ પોઈન્ટ (૦.૦૨%) વધીને ૨૪,૨૧૧.૦૦ પર બંધ થયો.
સોમવારે, સેન્સેક્સના ૩૦ માંથી ૧૨ શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૧૮ શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. દરમિયાન, નિફ્ટી ૫૦ ના ૫૦ માંથી ૨૧ શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૨૯ શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસના શેર આજે ૫.૪૩ ટકાના મજબૂત વધારા સાથે બંધ થયા. દરમિયાન, ટાટા સ્ટીલ, જે ટાટા ગ્રુપનો ભાગ છે, તેના શેર આજે સૌથી વધુ ૨.૦૯ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સના અન્ય શેરોમાં,એચસીએલ ટેકના શેર ૫.૦૨ ટકા, ટેક મહિન્દ્રા ૩.૩૪ ટકા, ઇન્ફોસિસ ૩.૧૭ ટકા,એનટીપીસી ૨.૧૮ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૮૩ ટકા, પાવર ગ્રીડ ૦.૯૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૯ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૫૮ ટકા, ટાઇટન ૦.૪૬ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૧૪ ટકા અને એસબીઆઇ ૦.૦૭ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, સોમવારે, એટરનલના શેર ૧.૫૫ ટકા, ઇÂન્ડગો ૧.૩૦ ટકા, મારુતિ સુઝુકી ૧.૧૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૧ ટકા, મ્ઈન્ ૧.૦૧ ટકા, ભારતી એરટેલ ૧.૦૧ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૯૯ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૯૮ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૨ ટકા, આઇટીસી ૦.૭૮ ટકા,એચડીએફસી બેંક ૦.૬૯ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૭ ટકા, સન ફાર્મા ૦.૫૮ ટકા,એલએન્ડટી ૦.૪૭ ટકા, બજાજ ફિનસર્વ ૦.૪૧ ટકા, એÂક્સસ બેંક ૦.૨૬ ટકા અને ટ્રેન્ટ ૦.૦૬ ટકા ઘટ્યા હતા.








































