અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી વધી રહ્યો છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનના અનેક સ્થળો પર હુમલો કર્યો હતો. જે પછી ઈરાને પણ વળતો જવાબ આપીને કુવૈત, બહેરીન અને જાર્ડનમાં આવેલા અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ જ કારણસર, હવે ફરી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જાવા મળી રહ્યો છે. આ દરમિયાન સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જાકે, થોડા સમયમાં ભાવ વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી ઓઈલ કંપનીઓ હાલ ડાયનેમિક પ્રાઈસિંગ સિસ્ટમનું પાલન કરી રહી છે. આ સિસ્ટમ હેઠળ, ગ્લોબલ ક્રૂડ ઓઈલના ભાવ અને કરન્સીમાં ઉતાર-ચઢાવના આધારે દરરોજ સવારે પંપ પર ઈંધણના ભાવ બદલી શકાય છે. આ હિસાબે જાવા જઈએ તો આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે છે કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરીથી ગતિ પકડી રહ્યું છે.
અમેરિકાના ઈરાન પરના તાજેતરના હુમલાઓ બાદ હવે ઈરાને પણ વળતી કાર્યવાહી કરી છે. તેણે ખાડી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જેનાથી મિડલ ઈસ્ટમાં તણાવ ફરી એકવાર ચરમસીમા પર પહોંચી ગયો છે. ઈરાને કતાર, જાર્ડન, બહેરીન, કુવૈત અને ઓમાનમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓ અને તેના સહયોગી દેશો પર ધડાધડ મિસાઈલો છોડી હતી. આ હુમલા બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકાઓ તેજ થવા લાગી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના આ તણાવથ હોર્મુઝ થી એનર્જી શિપમેન્ટમાં ફરીથી મુશ્કેલીઓ આવી શકે છે. કારણ કે દુનિયાનું ૨૦% ક્રૂડ ઓઈલ આ જ રસ્તેથી પસાર થાય છે તેથી હુમલાઓની ખબરથી આજે સવારે આંતરરાષ્ટÙીય બજારમાં ક્રૂડ ઓઈલ ૩%થી વધુ ઉછળીને ૭૮.૩૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.જા અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હજુ લાંબો ખેંચાય છે અને ક્રૂડ ઓઈલ ૮૦ ડોલર કે તેની આસપાસના સ્તર પર જળવાઈ રહે છે, તો સરકારી તેલ કંપનીઓના માર્જિન પર ભારે દબાણ આવશે. આનાથી છેલ્લા એક મહિનાથી ભાવ સ્થિર રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩-૫ રૂપિયાનો વધારો કરી શકાય છે.







































