અમરેલી જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ મોસમી વરસાદની સ્થિતિ જોતાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. જિલ્લાનો છેલ્લા ૩૦ વર્ષનો સરેરાશ મોસમી વરસાદ ૬૯૭ મિમિ છે. તેની સામે ચાલુ વર્ષે ૧૦ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં જિલ્લામાં કુલ ૩૦૫ મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે કુલ સરેરાશ વરસાદના ૪૩.૭૬% જેટલો થાય છે. વર્ષ ૨૦૨૫ના સમાન ગાળામાં જિલ્લામાં ૨૮૧ મિમિ વરસાદ પડ્યો હતો જે તે સમયની સરેરાશના ૪૦.૯૮% હતો. આ વર્ષે સરેરાશ વરસાદ વધતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. વરસાદને કારણે અનેક ડેમો પણ છલકાયા હતા.






































