ઉના એસટી ડેપોના એક કંડક્ટર મચ્છીના પાર્સલ લેવા પેટે ૨૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ગીર સોમનાથ છઝ્રમ્ પોલીસ સ્ટેશન દ્વારા છટકુ ગોઠવી ઝડપી લેવામાં આવ્યા હતા.બનાવની વિગત જાઇએ તો આ કામના ફરિયાદીના મચ્છીના પાર્સલ ‘જખો-દીવ’ રૂટની એસ.ટી.બસમાં નિયમિત આવતા હતા. આ પાર્સલ બસમાં લાવવા અને ઉતારવા માટે આરોપી મનીષભાઇ મગનલાલ કાનાબાર (કંડક્ટર, એસ.ટી.ડેપો, ઉના)એ પાર્સલ દીઠ રૂપિયા ૧૦૦ લેખે કૂલ ૨૦૦૦ની લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી. માછલીના પાર્સલ દીઠ ૧૦૦ રૂપિયા નક્કી થયા હતા અને આ સેટિંગ પેટે ૨૦૦૦ રૂપિયાની લાંચ નક્કી થઇ હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો.ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા ૧૩/૭/૨૦૨૬ના રોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આરોપી કંડક્ટરે ફરિયાદીને ઉના-દેલવાડા રોડ પર આવેલા સીટી બસ સ્ટેશન સ્ટોપ પાસે, ચાર થાંભલા નજીક જાહેર જગ્યા પર લાંચની રકમ આપવા બોલાવ્યા હતા.ફરિયાદી પાસેથી આરોપીએ જેવા જ લાંચના ૨૦૦૦ રૂપિયા સ્વીકાર્યા કે તરત જ પૂર્વ તૈયારી સાથે વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની પૂરેપુરી રકમ રિકવર કરી લીધી હતી.આ સમગ્ર ટ્રેપની કામગીરી ગીર સોમનાથ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.વાળા દ્વારા કરવામાં આવી હતી. આ ઓપરેશન જૂનાગઢ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.કે.ગમારના સુપરવિઝન હેઠળ અને રાજકોટ એસીબીના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. હાલ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.