બ્રિજમાં ગાબડા પડવાની બાબતમાં અન્ય શહેરોના તાલ સાથે રાજકોટ પણ તાલ મિલાવી રહ્યું છે. રાજકોટ શહેરના દસ્તુર માર્ગ ઉપર બ્રિજના કેટલાક ભાગોમાં ગાબડા પડ્યા છે. બ્રીજની વચ્ચે જાઈન્ટમાં મોટા ગાબડાઓ જાવા મળ્યા હતા. આ જાઈન્ટ આંગળીના ટેરવે ઉખડી રહ્યો હતો. જાઈન્ટમાં લાગેલો સિમેન્ટ પાપડની જેમ તૂટી રહ્યો હતો. એટલું જ નહીં બ્રિજ બહાર લગાવવામાં આવેલા ગડરના જાઈન્ટમાં પણ ગાબડું પડી ગયું હતું. આમ બ્રિજની અંદર જાઈએ ચાર જગ્યાએ નાના મોટા ગાબડા જાવા મળ્યા હતા.બ્રિજની આ હાલત જાઈને તમને થશે કે કદાચ આ વર્ષો જૂનું બ્રિજ હશે પરંતુ અમે તમને એ પણ જણાવી દઈએ કે આ બ્રિજ ના લોકાર્પણ થયાના માત્ર આઠ મહિના વીત્યા છે. આશરે ચાર કરોડ રૂપિયાની આસપાસના ખર્ચે આ અંડર બ્રિજ બન્યો છે. પાણીના નિકાલ અને ટ્રાફિક જામની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે આ બ્રિજ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતો.અહીંથી પસાર થતાં વાહનચાલકોએ કહ્યું હતું કે માત્ર ૮ મહિનાની અંદર જ આ બ્રિજની આવી હાલત હોય તો આગળ શું થશે, તે પણ વિચારવાનું રહ્યું. લોકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જુઓ તેઓ ૫૦ લાખનું મકાન બનાવે છે તો પણ ૧૦ વર્ષ સુધી કંઈ નથી થતું. વર્ષો સુધી લોકો તે મકાનમાં રહે છે. જ્યારે આ બ્રિજ તો કરોડોના ખર્ચે બન્યો છે તો ૮ મહિનામાં આવી હાલત થઈ છે. મતલબ ક્યાંક ભ્રષ્ટાચાર પણ થયો છે તેવો લોકોએ આક્ષેપ કર્યો હતો.આ બ્રિજ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ કહ્યું હતું કે, આ બાબત અમારા ધ્યાનમાં આવી છે અને રેલવે દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. અમે આ અંગે રેલવેને આજે જ જાણ કરીશું. તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ આવે તેવા પ્રયાસ કરીશું.