ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પાટણમાં નકલી દારુ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઇ છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસ દ્વારા હાથ ધરાયેલા નાઈટ કોમ્બિંગ દરમિયાન હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ૩ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ૪ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીવા વેચવા પર સખત પાબંદી છે તેમ છતાં દારૂ વેચાણ અને દારૂ પીવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. આવા કિસ્સા વચ્ચે પાટણમાંથી આખેઆખી નકલી દારુ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. આ ફેક્ટરીમાં જાણીતી કંપનીના બ્રાન્ડેડ દારુ બનાવીને તેનું વેચાણ કરવામાં આવતું હતું.આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન પોલીસે હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ખેતરમાં બનાવેલી ઓરડીમાં નકલી દારૂ બનાવવાનો ધંધો ચાલતો હતો. પોલીસે સ્થળ પરથી ડુપ્લીકેટ દારૂની બોટલો સ્ટીકરના રોલ, ઢાંકણા સહિત કુલ ૭૭,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ‘બ્લેન્ડર્સ પ્રાઈડ’ નામની જાણીતી કંપનીના નામે નકલી દારૂ બનાવાતો હતો .પાટણ એલસીબીએ ફેક્ટરી ચલાવતા ૩ શખ્સોને સ્થળ પરથી ઝડપી લીધા છે જેમાં માસ્ટર માઈન્ડ રાજસ્થાનના શિવરાજ મારવાડી જાધપુર રાજસ્થાનવાળાના ઈશારે આખી ફેક્ટરી ધમધમતી હતી. પોલીસે ભરતસિંહ રાઠોડ જાસ્કા પાટણ, ચાંપરાજ કાઠી વિરમગામ, અમદાવાદ, કુંવરસિંહ ઝાલા, શંખેશ્વર, પાટણવાળાને ઝડપી લીધા છે. જ્યારે શિવરાજ મારવાડી જાધપુર રાજસ્થાનવાળાને ફરાર જાહેર કરી ૪ લોકો સામે ફરિયાદ નોધી છે.ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા જાળવવા પોલીસ દ્વારા નાઈટ કોÂમ્બંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન હારીજના જાસ્કામાંથી નકલી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. સ્થળ ઉપરથી નકલી દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ ચાર લોકો સામે ગુનો નોંધીને ફરાર રાજસ્થાનના માસ્ટર માઈન્ડને ઝડપી લેવા માટે પોલીસે તપાસ આરંભી છે.







































