મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં ૮ જુલાઈના રોજ હોસ્પિટલ જતી વખતે એક મહિલાએ ઓટો-રિક્ષામાં ચાર બાળકોને જન્મ આપ્યો. જન્મ પછી તરત જ ચારેયનું મૃત્યુ થયું. આ ઘટના બાદ, પરિવારે ભારે હોબાળો મચાવ્યો, આરોપ લગાવ્યો કે મંગળવારે એમ્બ્યુલન્સના અભાવે નવજાત શિશુઓનું મૃત્યુ થયું. તેઓએ હોસ્પિટલની સુવિધાઓ પર પણ સવાલ ઉઠાવ્યા, જ્યારે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે બાળકોના મૃત્યુ સમય પહેલા જન્મ અને અપૂર્ણ વિકાસને કારણે થયા છે.
મહિલાના પતિનો દાવો છે કે જા એમ્બ્યુલન્સ સમયસર ઉપલબ્ધ હોત તો ચારેય બાળકોને બચાવી શકાઈ હોત. જિલ્લા મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડા. ડી.જે. મોહંતીએ જણાવ્યું હતું કે નાયગાંવની રહેવાસી રજની સિંગારામને ગર્ભાવસ્થાના સાતમા મહિનામાં પ્રસૂતિ પીડા અનુભવાયા બાદ ખાનગી વાહનમાં ઘુથાસના સરકારી આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. અધિકારીએ સમજાવ્યું કે તેની ગંભીર સ્થિતિને કારણે, તેને ઓટો-રિક્ષા દ્વારા બિછિયાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જાકે, મહિલાના પરિવારનો આરોપ છે કે પ્રસૂતિ શરૂ થયા પછી તેઓએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો હતો, પરંતુ જ્યારે તેમને કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેઓ તેને ઓટો-રિક્ષામાં હોસ્પિટલમાં લઈ ગયા.
સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચતા પહેલા તેણીએ ખાનગી વાહનમાં ચાર બાળકોને જન્મ આપ્યો. મોહંતીએ કહ્યું, “ચારેય બાળકો – ત્રણ છોકરીઓ અને એક છોકરો – મૃત્યુ પામ્યા કારણ કે તેઓ અકાળે જન્મ્યા હતા અને તેમનું વજન લગભગ ૧.૫ કિલોગ્રામ હતું.” આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ચાર બાળકોના મૃત્યુ બાદ મહિલાને બિછિયા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી અને તે ખતરાથી બહાર છે.
આક્ષેપો અંગે સ્પષ્ટતા માંગવામાં આવતા, મંડલા જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ નામદેવ ધોટેએ જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ સંદર્ભમાં કોઈ ફરિયાદ મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે જા ફરિયાદ મળશે, તો આ બાબતની તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.







































