સાવરકુંડલા અને લીલીયા પંથકમાં ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે સાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતા રેલવે વ્યવહાર ખોરવાયો હતો. મહુવાથી સવારે નીકળેલી મહુવા-સુરત એક્સપ્રેસ રાજુલા બાદ ગાધકડા સ્ટેશન ખાતે લાંબા સમય સુધી ઉભી રાખવામાં આવી હતી. ટ્રેક પર ગારો અને વરસાદી ઓવાળ ભરાઈ જતા ટ્રેન આગળ જઈ શકી ન હતી. ત્યારબાદ ટ્રેનને સાવરકુંડલા લાવી રદ કરવાની જાહેરાત કરાઈ હતી. ટ્રેન રદ થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને રેલવે વિભાગે ટિકિટના રૂપિયા પરત આપ્યા હતા. બીજી તરફ ધોળા-મહુવા પેસેન્જર ટ્રેનને પણ સાવરકુંડલા સ્ટેશન ખાતે આશરે ચાર કલાક સુધી રોકી રાખવામાં આવી હતી.




































