દિલ્હી સરકાર રક્ષાબંધન નિમિત્તે રાજ્યની મહિલાઓને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. દિલ્હી સરકાર ‘મહિલા સમૃદ્ધિ યોજના’ શરૂ કરશે, જેના હેઠળ આર્થિક રીતે નબળી મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે. સરકાર લાયક મહિલાઓના બેંક ખાતામાં સીધા દર મહિને ૨,૫૦૦ ટ્રાન્સફર કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વાકાંક્ષી યોજના ૨૮ ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. દિલ્હી સરકારે આ યોજનાને અમલમાં મૂકવા માટે જરૂરી તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. એક ઓનલાઈન નોંધણી પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પાત્રતા માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭ માં આ યોજના માટે ૫,૧૧૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. દિલ્હીમાં આશરે ૨૦ થી ૨૨ લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. યોજના હેઠળ પ્રાપ્ત ભંડોળ સીધા લાભાર્થીઓના આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.
કોણ પાત્ર બનશે?
‘મહિલા સમૃદ્ધિ યોજના’નો લાભ મેળવવા માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે, જે નીચે મુજબ છેઃ
મહિલાની ઉંમર ૨૧ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પરિવારની વાર્ષિક આવક ૨.૫૦ લાખથી ૩ લાખની વચ્ચે હોવી જોઈએ.
મહિલા દિલ્હીની કાયમી રહેવાસી હોવી જોઈએ.
આ યોજના હેઠળ રેશનકાર્ડ ધરાવતી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
કઈ મહિલાઓ પાત્ર રહેશે નહીં?
જે મહિલાઓ સરકારી નોકરીમાં નોકરી કરે છે અથવા આવકવેરો ભરે છે.
જેઓ પહેલાથી જ સરકારી પેન્શન મેળવે છે.
જે મહિલાઓ અથવા તેમના પરિવારો પાસે ફોર વ્હીલર છે.
ઓનલાઇન અરજી કરવી, દસ્તાવેજા જરૂરી
આ યોજના માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. અરજી કરતી વખતે નીચેની માહિતી અને કેટલાક દસ્તાવેજા સબમિટ કરવા આવશ્યક છે.
આ માહિતી જરૂરી છેઃ આધાર નંબર, નામ, જન્મ તારીખ, લિંગ, પિતા કે માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, દિલ્હીમાં રહેઠાણ, આધાર સાથે જાડાયેલ બેંક ખાતું અને સ્વ-ઘોષણા ફોર્મ.