મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં મહત્વનો વળાંક આવ્યો છે. લાંબા ઉપવાસ બાદ આંદોલનના અગ્રણી નેહુલ અમૃતિયાની તબિયત બગડતાં ડોક્ટરોની સલાહ અનુસાર તેમને રાત્રે પારણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ આંદોલન સમિતિએ બાકીના તમામ ઉપવાસીઓના પણ પારણા કરાવવાની અને આગામી તબક્કા તરીકે ‘આંદોલન પાર્ટ ૩’ શરૂ કરવાની જાહેરાત કરી છે.
નેહુલ અમૃતિયા સતત ૧૯ દિવસથી ઉપવાસ પર હતા. ઉપવાસના ૧૮મા દિવસે મોડી રાત્રે તેમની તબિયત અચાનક બગડતાં તેમને પ્રથમ જેતપરની કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અને ત્યારબાદ મોરબીની ખાનગી હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તબીબી તપાસ દરમિયાન કિડની અને લીવર પર સોજા જાવા મળ્યો હતો. ડોક્ટરોએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને વધુ ઉપવાસ ન કરવા અને તાત્કાલિક પારણા કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં હાજર ખેડૂતો અને આંદોલનના આગેવાનો સાથે ચર્ચા કરીને નેહુલ અમૃતિયાના પારણા કરાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
આંદોલન સમિતિએ જણાવ્યું છે કે ઉપવાસ પર બેઠેલા અન્ય તમામ ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આજે તમામના પારણા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિનું કહેવું છે કે આ નિર્ણય સરકારની નવી વળતર નીતિના કારણે નહીં પરંતુ માત્ર ઉપવાસીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
સમિતિએ જાહેરાત કરી છે કે પારણા બાદ આંદોલનનો ત્રીજા તબક્કો શરૂ કરવામાં આવશે. આગામી રણનીતિ જાહેર કરવા માટે રાજ્યભરના ખેડૂતોને જાડવામાં આવશે અને ગુજરાતવ્યાપી ખેડૂત સમિતિ બનાવીને વધુ વ્યાપક લડત શરૂ કરવામાં આવશે.આંદોલનના આગેવાનોએ સમગ્ર રાજ્યના ખેડૂતોને આ લડતમાં જાડાવાનું આહવાન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ હવે આ મુદ્દો માત્ર જેતપર ગામ પૂરતો નહીં રહે પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત સાથે જાડાયેલો મુદ્દો બની રહ્યો છે.










































