બગસરા ખાતે ભાજપ પરિવાર દ્વારા ગોકુલ પરા પટેલ વાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભેંસાણીયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, નગરપાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયા તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરીયા, ભાવેશભાઈ મસરાણી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ભાજપના કાર્યકરો, નગરપાલિકાના સદસ્યો અને સ્થાનિક આગેવાનોએ કેમ્પમાં હાજરી આપી હતી.









































