સાવરકુંડલામાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે વિનામૂલ્યે નેત્ર નિદાન યજ્ઞ યોજાય છે. પૂ. શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની સ્મૃતિમાં આજે સંસ્થામાં ૩૪૯મા વિનામૂલ્યે મહાનેત્ર નિદાન યજ્ઞ યોજાયો હતો. નેત્રયજ્ઞનો પ્રારંભ પૂ.શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે થયો હતો. જૂનાગઢના પૂજ્ય પૂર્ણપુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, વિરનગર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો, ગુરુકુળ હોસ્પિટલના ડા. નિલેશભાઈ ત્રિવેદી તેમજ વ્યાસભાઇ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ ૭૭ દર્દીઓની આંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ૦૯ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા, તેમને સંસ્થા દ્વારા સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર આંખ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.