અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત ‘શી ટીમ સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ, સાયબર સુરક્ષા અને સરકારી સહાય યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષભાઈ કણજારિયા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, પી.એસ.આઈ. એમ. ડી. ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ વૈશાલીબેન ચાવડા, કાજલબેન બોદર, સાયબર નિષ્ણાત જયભાઈ ચૌહાણ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત બાદ દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયો. વક્તાઓએ ટીમની કામગીરી, સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો અને મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનું સંચાલન ડો. એ. બી. ગોરવાડિયા અને ડો. એ. જી. પટેલે કર્યું હતું. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને સંસ્થાના આગેવાનો દ્વારા સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.









































