વડિયાની મોંઘીબા પે સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓમાં સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ વધારવા માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડિયા પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પી. ડી. ગોહિલે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમના વધતા જોખમોથી બચવાના સરળ ઉપાયો સમજાવ્યા હતા. ડિજિટલ યુગમાં મોબાઇલનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. બાળ સુરક્ષાના મુદ્દે તેમણે ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સરળ ભાષામાં સમજાવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પોલીસ સમાજની મિત્ર છે.