બગસરા માર્કેટ યાર્ડની પાછળ રહેતા રમેશભાઇ શામજીભાઇ વાડદોરીયા (ઉવ. ૫૨)એ બાબરાના વાવડી ગામે રહેતા મયુરભાઇ ભકાભાઇ સાઢમીયા સામે ફરિયાદ કરી હતી. જે મુજબ તેઓ ડેરી પીપરીયાથી આદપુર જવાના રસ્તે પોતાના બકરા ચરાવવા હતા તે સમયે તેમના જમાઇ ત્યાંથી નીકળ્યા હતા. જેથી તેમણે તેના જમાઇને રોકી કહ્યું કે મારી દિકરી ચંદ્રિકાને કેમ પીયર આવવા દેતા નથી એમ ઠપકો આપતા આરોપીને સારુ નહોતું લાગ્યું. જેથી ઉશ્કેરાઇ જઇ પોતાના પાસે રહેલી છરી વડે ડાબા હાથના પંજા ઉપર ઇજા કરી જેમફાવે તેમ ગાળો આપી હતી. બગસરા પોલીસ
સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ એન વાળા વધુ તપાસ કરી રહ્યા છે.