સાવરકુંડલાની યુવતી લગ્ન બાદ સુરત સાસરે ગઈ હતી, જ્યાં પતિ સહિતના સાસરિયાએ ગાળો આપી, શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.હેતલબેન બાઘાભાઇ ગેડીયાએ સુરતના કતારગામમાં રહેતા પતિ નિલેશભાઇ મધુભાઇ વાઘેલા, સસરા મધુભાઇ કાનજીભાઈ વાઘેલા, સાસુ લીલીબેન મધુભાઇ વાઘેલા તથા ફઇજી કાંતાબેન નાનજીભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ તેમને ઘરકામ બાબતે મેણા-ટોણા મારી માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત, પતિએ સંતાન બાબતે અવારનવાર ઝઘડાઓ કરી ગાળો બોલી, મારઝૂડ કરીને તેમને પહેરેલા કપડે જ ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.